Type Here to Get Search Results !

Infolinks In Text Ads

શેખાદમ આબુવાલા

0
નામ
  • આબુવાલા શેખઆદમ મુલ્લાં શુજાઉદ્દીન
ઉપનામ
  • આદમ
કુટુમ્બ
  • માતા – મોતીબાઈ; પિતામુલ્લાં શુજાઉદ્દીન શેખ ઈબ્રાહીમ
જન્મ
  • 15,ઓક્ટોબર – 1929; અમદાવાદ
અવસાન
  • 20,મે – 1985; અમદાવાદ
અભ્યાસ
  • બી.એ. (ગુજરાતી) – ગુજ. યુનિ., અમદાવાદ
  • એમ.એ. ( અંગ્રેજી અને ઉર્દૂ સાથે)
વ્યવસાય
  • ‘ગુજરાત સમાચાર’માં પત્રકાર તરીકે કારકીર્દીની શરૂઆત
  • 1956-1974 – ‘વોઈસ ઓફ જર્મની’- બર્લીનમાં હિન્દુસ્તાન રેડિયો વિભાગમાં હિન્દી/ ઉર્દૂ સર્વિસનું સંચાલન
  • 1974 પછી – અમદાવાદમાં પત્રકાર
જીવનઝાંખી
  • માત્ર 16 જ વર્ષની ઉમ્મરે ‘સંસ્કૃતિ’ જેવા ઉચ્ચ કક્ષાના સામાયિકમાં તેમનું સોનેટ અને ત્રણ ગઝલો પ્રગટ થયાં હતાં. 
  • એમ.એ. માં ઉમાશંકર જોશીના શિષ્ય
  • સામ્યવાદી યુવક મહોત્સવમાં મોસ્કોની મુલાકાત બાદ પોલેન્ડ અને જર્મનીમાં સ્થળાંતર
  • ‘ચાંદની’ તેમનો પ્રથમ પ્રયોગલક્ષી કાવ્યસંગ્રહ( પૃથ્વી જેવા લગભગ અગેય અને બીજા સંસ્કૃત છંદોમાં પણ ગઝલો લખેલી છે.)
  • અખબારોમાં કટારો – સારા જહાં હમારા, માનવી ને આ  જગત, આદમની આવડત, જમાલપુરથી જર્મની
  • મિત્રો – ગણ્યા ગણાય નહીં એટલા – ગોલીબાર ખાનદાનની ત્રણ પેઢી દાદા.બાપ,પૌત્રથી માંડી બધાજકવિઓ,લેખકો, સાહિર.લુધ્યાનવી,નીરજ,મોહંમદ રફી,વિનોદ ભટ્ટ,નીરુભાઈ દેસાઈ,જયંત પરમાર,ઉમાશંકર જોષી,મરીઝ,શૂન્ય પાલનપુરી,સૈફપાલનપુરી,શેખચલ્લી,હબીબ,બેકાર,બદરી કાચવલ,અમીરી,ઘાયલ,માજી વડા પ્રધાન વી.પી.સીંઘ,માજી મુખ્ય પ્રધાન માધવસિંહ સોલંકી વિ.
  • આંતરડાની બીમારીથી અવસાન
રચનાઓ - 33 પુસ્તકો
  • કાવ્ય – ચાંદની,અજંપો, હવાની હવેલી, સોનેરી લટ, ખુરશી, તાજમહાલ
  • નવલકથા- તમન્નાના તમાશા, તું એક ગુલાબી સપનું છે, આયનામાં કોણ છે?. નીંદર સાચી, સપનાં જૂઠાં, રેશમી ઉજાગરા, ફૂલ બનીને આવજો,  સમગ્ર ગઝલ – દીવાને આઝમ
  • અનુવાદ- શ્રેષ્ઠ જર્મન વાતો
  • આત્મકથા. સ્વાનુભવો - હું ભટકતો શાયર છું, યુરોપની હવામાં
  • ડાયરી – હમ ભી ક્યા યાદ કરેંગે
  • મુલાકાતો – તસ્વીર દિખાતા હૂં
  • ઉર્દૂ ગઝલો – घिरते बादल- खूलते बादल , अपने ईक ख्वाबको दफनाके आया हूं
લાક્ષણિકતાઓ
  • તેમની રચનાઓમાં તીવ્ર ભાવસંવેદનો, આરતભરી અભિવ્યક્તિ, સૌંદર્યનો કેફ, પ્રણયની ગુલાબી મસ્તી, સ્વપ્નિલ તરંગોની લીલાનું ચાતુર્ય છે.
  • રાજકીય/ સામાજિક વિષયો પર કટાક્ષ કરતાં ‘ ખુરશી કાવ્યો’ નોંધનીય છે.
  • નવલકથાઓમાં માનવતાવાદી અભિગમ છે.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.