Type Here to Get Search Results !

Infolinks In Text Ads

વિજ્ઞાનમેળા માટે મગજ કસ્યું અને સુપરકન્ડક્ટર શોધ્યું | Motivational

0


ઈન્ટરનેશનલ સાયન્સ મેળામાં કોઈક વૈજ્ઞાાનિક ઉપકરણ મોકલવાનું સૂચન જ્યારે શિક્ષકે એશા ખરેને કર્યું તો એનો સ્વાભાવિક પ્રત્યાઘાત એક જ હતો, પરંતુ હું શું બનાવું સર?

શિક્ષકે એને પ્રેરણા આપી કે વિચાર કર, બે-ચાર, પંદર દિવસ વિચાર કર અને તને જે વસ્તુ અત્યારે અગવડદાયક લાગતી હોય એમાં સુધારો કરવાનો આઈડિયા લગાવ. હાઈસ્કૂલમાં ભણતી એશા ખરે કેલિર્ફોિનયાનાં સારાતોગા ખાતે રહે છે. તેણે ત્રણ દિવસ સુધી બરાબર મગજ કસ્યું, પછી એને ખ્યાલ આવ્યો કે અત્યારની બેટરીઓ ચાર્જ થવામાં ખૂબ વધારે સમય લે છે.

તેણે મગજ દોડાવવા માડયું અને આખરે સુપરકન્ડક્ટર નામક એવી પદ્ધતિ વિકસાવી કે જે ખરેખર વીજળીવેગે ચાર્જ થઈ જાય. આપણે મોબાઈલ વગેરેમાં વાપરીએ છીએ એ બેટરી ચાર્જ કરતાં એક-બે કલાક ઓછામાં ઓછા લાગે છે. ત્યારે એશાનું સુપરકન્ડક્ટર ૨૦-૩૦ સેક્ન્ડમાં જ ચાર્જ થઈ જાય છે. સામાન્ય બેટરી ૧૦૦૦ વખત ચાર્જ કરી શકાય છે તો એશાનું સુપરકન્ડક્ટર ૧૦,૦૦૦ વખત ચાર્જ કરી શકાય છે. તે નાનકડી જગ્યામાં અખૂટ ઈલેક્ટ્રોન ભરી આપે છે. એની આ શોધને વિજ્ઞાાનમેળામાં ૫૦,૦૦૦ ડોલરનું ઈનામ મળ્યું.
આ સુપરકન્ડક્ટર કહો કે પાવરબેન્ક વડે એશાએ જાતજાતનાં સાધનો ચલાવીને જોયા છે. હવે એ પોતાના સાધનનું કદ નાનું કરવા માગે છે જેથી એ કોઈ કંપનીનાં મોબાઈલમાં ફીટ થઈ જાય. જો એમ થાય તો એશાને લોટરી લાગી જશે. કારણ કે એના નામે ચઢેલી આ શોધ વાપરનાર દરેક કંપની તેને મબલક ચાર્જ ચૂકવશે.


Source By Ssndesh.com

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.