Type Here to Get Search Results !

Infolinks In Text Ads

10 વર્ષની આ બાળકી ધરાવે છે અદ્ભૂત તાકત, ડોક્ટર્સ પણ અચંબામાં

0

બાળકી વ્યક્તિના શરીરમાં અંદર સુધી જોઈ ને તેની અંદરની બીમારીઓ વિષે જણાવી શકે છે

 

આજકાલ સોશીયલ મીડિયામાં એક છોકરી ખુબ ચર્ચામાં છે. આ દશ વર્ષીય છોકરી પાસે એક અદભુદ ક્ષમતા છે. આ છોકરી કોઈ પણ વ્યક્તિના શરીરમાં અંદર સુધી જોઈ ને તેની અંદરની બીમારીઓ વિષે જણાવી શકે છે. રશિયાની નતાશા દેમકીનાને જો એક્સરે મશીન કહેવામાં આવે તો ખોટું નથી. 
 
નાતાશાની માતાનું કહેવું છે કે 10 વર્ષ સુધી તે બિલકુલ સામાન્ય બાળકો જેવી જ હતી. 10 વર્ષની થયા બાદ તેના અંદર આપોઆપ આ શક્તિ ઉત્પન્ન થઇ ગઈ. એક દિવસ તેને પોતાની માતાના શરીરના અંદરના તમામ અંગ દેખાવા લાગ્યા. નતાશા પોતાની આ શક્તિ વિષે જણાવે છે કે તેની પાસે બે પ્રકારની દ્રષ્ટી છે. 

લોકોના શરીરમાં જોવા માટે મારે પોતાની દુનિયાને જોવાની ક્ષમતાને થોડી વાર માટે બંધ કરવી પડે છે. પરંતુ તેમાં મને કોઈ તકલીફ નથી થતી. મારે બસ વિચારવું પડે છે. નતાશા જણાવ્યું કે તે પોતાની આંખો વડે કોઈ પણ વ્યક્તિના શરીરની સંપૂર્ણ સંરચના જોઈ શકે છે. 
 
હું એ જોઈ શકું છુ કે તેના શરીરના તમામ અંગો વ્યવસ્થિત પણે કામ કરી રહ્યા છે કે નહિ? તે જણાવે છે કે ખરાબ અંગમાં અલગ રેડિયેશન હોય છે જેથી કરી મને મને ખબર પડી જાય છે. ઘણાબધા ડોક્ટર્સએ તેનું પરિક્ષણ પણ કર્યું પરંતુ તેઓ પણ આ વિશે કઈ સમજી નથી શક્ય. ડોક્ટર્સએ એક દર્દીના શરીરમાં ગાંઠની જગ્યા બતાવવા કહ્યું તો તેને તરતજ બતાવી દીધી. ડોક્ટર્સ પણ નાતાશાની આ અદભુત શક્તિ થી હેરાન છે.
 
Source By Gujaratsamachar

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.