નેતાજી સુભાષ ચંદ્રના મૃત્યુનુ રહસ્યનો ભેદ ઉકેલતા જાપાને 60 વર્ષ જુનો એક રિપોર્ટ શેર કર્યો છે. આ રિપોર્ટ મીડિયાના હાથે આવતા રિપોર્ટની ખાતરી કરવામાં આવી હતી. 18 ઓગષ્ટ 1945 તાઈપેમાં પ્લેન ક્રેશની ઘટનામાં નેતાજી સુભાષ ચંદ્રનુ મોત થયુ હતુ.
જાપાન સરકારે નેતાજીના મોતની બાબતમાં ઉચ્ચ સ્તરિય તપાસના આદેશ કર્યા હતા. જે પછી વર્ષ 1956માં આ રિપોર્ટને તૈયાર કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં આમ પણ કહેવામાં આવ્યુ છે કે, પ્લેન ક્રેશના કારણે નેતાજીને ઘણી બધી જગ્યાએ વાગ્યુ હતુ અને તેઓ દાઝી ગયા હતા. ત્યારબાદ નેતાજીએ તાઈપેની આર્મી હોસ્પીટલની નનમોન બ્રાન્ચમાં 18 ઓગષ્ટ 1945માં છેલ્લા શ્વાસ લીધા હતા.
આ રિપોર્ટને તૈયાર કરીને વર્ષ 1956માં ટોક્યોમાં આવેલી ભારતીય એમ્બેસીને સોંપવામાં આવી હતી. પરંતુ તેને પણ હજી સુધી સાર્વજનિક કરવામાં આવી ન હતી. જો કે રિપોર્ટ પરથી નેતાજીના મોતનુ રહસ્ય અને ગૂંચવળો સરળ થઈ ગઈ છે.
સુભાષ ચંદ્રના પરિવારનો અને તેમના સમર્થકોનુ કહેવુ છે કે તેમની મોત પ્લેન ક્રેશમાં નહી, પરંતુ તે વેશપલટો કરીને અયોધ્યામાં રહ્યા હતા. નેતાજીના મોતથી સંકળાયેલા અમુક ગુપ્ત દસ્તાવેજોને ભારત સરકારે જાન્યુઆરીમાં સાર્વજનિક કર્યા હતા.
રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, વિમાન ઉડાન ભરીને થોડાજ સમયમાં ક્રેશ થઈ ગયુ હતુ. આ વિમાનમાં નેતાજી સવાર હતા. વિમાનના પડવાથી તેઓ ખરાબ રીતે ઘાયલ થયા હતા. રિપોર્ટમાં આગળ જણાવ્યુ છે કે, નેતાજીને લગભગ 3 વાગે તાઈપેની આર્મી હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા, પરંતુ સાંજના 7 વાગે તેમની મોત થઈ ગઈ હતી.
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યુ છે કે, ડોક્ટરોએ નેતાજીને બચાવવાના ખૂબ પ્રયત્નો કર્યા હતા પરંતુ બચાવી શક્યા નહી. રિપોર્ટમાં તે પણ જણાવવામાં આવ્યુ હતુ કે, 22 ઓગષ્ટ 1945 તાઈપેમાં નિગમ સ્મશાન ઘટમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
Sorce By Gujaratsamachar

