વિદ્યાર્થી મિત્રો, ૨૦૧૩ અને ૨૦૧૪ પછી ૨૦૧૬ માં ફરી થી ટેલેન્ટ હન્ટ નું આયોજન કરવામાં આવી રહ્યું છે. છેલ્લા ટેલેન્ટ હન્ટ માં ૨૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો.૨૦૧૬ માં ૧૦,૦૦૦ થી વધુ વિદ્યાર્થી ભાગ લે તેવી અપેક્ષા છે.
ટેલેન્ટ હન્ટ શુ છે?
- ગુજરાતના વિદ્યાર્થીઓ ને સ્પર્ધાત્મક પરિક્ષા નો માહોલ અને અનુભવ મળી રહે તે માટે દર વ ર્ષે યોજાતી પરિક્ષા છે.
- આ પરિક્ષામાં MCQ (Multiple Choice Question) પ્રકાર ના સ્પર્ધાત્મક પરિક્ષા ને લગતા પ્રશ્નો પૂછવામાં આવે છે.
- સમાન્યજ્ઞાન
- ગણિત
- અંગ્રેજી ગ્રામર / શબ્દો
- તર્ક
- ગુજરાતી ગ્રામર
- આ વખતે ટેલેન્ટ હન્ટ નો ટેસ્ટ એક દિવસ રાખવાના બદલે ૧૦ દિવસ સુધી ચાલશે .
- ટેલેન્ટ હન્ટ ૨૦૧૬ પેપર બચાવવાના હેતુ થી ઓનલાઇન રાખવામાં આવ્યો છે.
- ટેલેન્ટ હન્ટ ૨૦૧૬ માં સમગ્ર ગુજરાત ના વિદ્યાર્થી ઓ ભાગ લઇ રહ્યા છે.
- પ્રથમ દશ ક્રમ ના વિદ્યાર્થી ઓને ઇનામો થી પ્રોત્સાહીત કરવામાં આવે છે.
- સ્પર્ધામાં ભાગ લેનાર પ્રત્યેક વિદ્યાર્થી ને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવે છે.
- આ પરિક્ષા માં ભાગ લેવા કોઈપણ પ્રકાર ની ફી લેવામાં આવતી નથી (વિના મુલ્યે ટેલેન્ટ હન્ટ માં ભાગ લઇ શકાય છે)
ટેલેન્ટ હન્ટ ૨૦૧૬ ની વિગતો :
- સ્પર્ધા ૧૦ દિવસ ચાલશે.
- રજીસ્ટ્રેશન અને પરિણામ વેબસાઈટ પર જાહેર થશે.
તારીખ વિષય Marks/Passing marks
૧૯/૧૦/૨૦૧૬ પ્રેક્ટીસ ટેસ્ટ —
૨૫/૧૦/૨૦૧૬ પ્રેક્ટીસ ટેસ્ટ —
૨૭/૧૦/૨૦૧૬ પ્રેક્ટીસ ટેસ્ટ —
૨/૧૦/૨૦૧૬ સામાન્યજ્ઞાન 10/ 6
૩/૧૦/૨૦૧૬ અંગ્રેજી 10/ 6
૪/૧૦/૨૦૧૬ ગણિત / તર્ક 10/ 6
૫/૧૦/૨૦૧૬ ગુજરાતી 10/ 6
૬/૧૦/૨૦૧૬ પ્રીલીમરી-1(All subject) 20/ 12
૭/૧૦/૨૦૧૬ પ્રીલીમરી-2 (All subject) 20/ 14
૮/૧૦/૨૦૧૬ મેઇન પરિક્ષા 100
મેઈન પરિક્ષા નું માળખું
Total question 100 Time : 55 minute50 પ્રશ્નો GK
10 પ્રશ્નો ગણિત
10 પ્રશ્નો ગુજરાતી
10 પ્રશ્નો અંગ્રેજી
10 પ્રશ્નો તર્ક
10 પ્રશ્નો વર્તમાન પ્રવાહ
- ટેલેન્ટ હન્ટ ૨૦૧૬ ઓનલાઈન હોવાથી તમારા મોબાઈલ અથવા કમ્પ્યુટર પર ઓનલાઈન આપી શકશો.
Registration process :
- ટેલેન્ટ હંત ૨૦૧૬ નું રજીસ્ટ્રેશન વોટ્સઅપ, ઈમેલ થી અને વેબસાઈટ પર ઓનલાઈન કરાવી શકાય છે.
- વોટ્સઅપ થી રજીસ્ટ્રેશન માટે
(31/10/2016 સાંજે 4 વાગ્યા સુધી ચાલુ હશે.)
એક વિદ્યાર્થી એ કોઈ એક જ રીતે રજીસ્ટ્રેશન કરાવવું. રજીસ્ટ્રેશન થયેલ વિદ્યાથી ની વિગતો અહીં મુકવામાં આવશે.
નિયમો :
- એક વિદ્યાર્થી એક જ વખત ભાગ લઇ શકશે.
- પ્રથમ ૧૦ ક્રમ ના વિદ્યાર્થી ને ઇનામ અને અવાર્ડ / સર્ટિફિકેટ રેન્ક સાથે મળશે.
- એક સરખા માર્ક આપવાના કિસ્સામાં ઓછા સમય માં ટેસ્ટ પૂર્ણ કરનાર અને બે માંથી વહેલા ટેસ્ટ આપનાર વિદ્યાર્થી રેન્ક માં આગળ ગણાશે.
- ઇનટરનેટ ડીસકનેકટ થઇ જવાના કિસ્સા માં અથવા ટેકનીકલ ખામી ના લીધે ટેસ્ટ સબમિટ ના થાય અથવા બીજા કોઈ પ્રશ્ન ઉભા થાય તો આયોજક જવાબદાર નથી.
- ટેસ્ટ ના પરિણામ ટેસ્ટ નો સમય વગેરે વિગતો ઇમેલ થી મોલાવામાં આવશે. તેથી ઇમેલ અડ્રેસ ધ્યાન થી લખવું
- ઇનામ અને સર્ટિફિકેટ નું વિતરણ દિવાળી પછી આયોજક ની સમય/ સ્થાન અનુકુળતા પ્રમાણે થશે.
- Organizer has right to declare the winners and not abide to declare statistics, contact detail and other personal information of participants.

