Type Here to Get Search Results !

Infolinks In Text Ads

પાયલોટ (Pailot) - Best moral Story in Gujarati by Padaliya haresh

0




પાયલોટ…કહેતા જ સમજાય કે ,એ કોઈ પ્લેનનો પાયલોટ નહીં પરંતુ સતિષભાઈ અને પ્રભાબેનનો એકનો એક લાડકો દિકરો પ્રતિક.કાર ચલાવવામાં જાણે એણે માસ્ટર ડિગ્રી મેળવી હતી એટલે જ સોસાયટીના રહેવાસીઓ તેમજ મિત્રો તેને “પાયલોટ”ના ઉપનામે ઓળખતા. હા એ કાર ચલાવતો પણ એટલી ફાસ્ટ કે જાણે એ કોઈ પ્લેન ન હોય !!! કેમ ન ચલાવે ? અમીર બાપનો એકનો એક દિકરો,પછી જન્મજાત અધિકાર હોય જ ને.બધા જ પ્રકારના સુખ સગવડના સાધનો સાથે મોટો થયેલો પાયલોટ.એક માંગે તો હૉલસેલમાં ચીજો મળી રહેતી. ઉચ્ચકક્ષાનું શિક્ષણ મેળવી હવે પાયલોટ મિત્રો સાથે સમય પસાર કરતો રહેતો,મૂવી જોવા જવી ,હૉટેલોમાં જમવા જવું,કોઈનીયે પરવાહ કર્યા વિના ફૂલ મ્યુઝીક વોલ્યુમ સાથે ઝડપભેર કાર ડ્રાઈવ કરવી,મોડી રાત સુધી રોડ પર બાઈકની ઘોડી ચડાવી બેસી મિત્રો સાથે મજાક મસ્તી કરવી. એન્ડરોઈડ મોબાઈલનો પણ એ એટલો જ શોખીન હતો.

એ મોબાઈલનો પણ શોખીન કેમ ન હોય ? સતિષભાઈને શહેરમાં મોબાઈલનો મોટો શોરૂમ હતો,”પ્રતિક મોબાઈલ”. પ્રતિક ઈચ્છે ત્યારે મોબાઈલ બદલી કાઢે.પાયલોટ પોતાનો ખાસ્સો સમય મોબાઈલમાં જ પસાર કરતો,બસ જ્યારે તેને જુઓ ત્યારે વૉટસઍપ  કે ફેસબુક પર ચેટીંગ કે પછી પોતાનું સેટીંગ કરતો રહેતો.હવે તો તે મોબાઈલ ચલાવવામાં પણ પાયલોટ થતો જતો હતો,મિત્રોના મોબાઈલના પ્રોબલેમ્સ તો સેકન્ડોમાં સૉલ્વ કરી આપતો.મોબાઈલના વલગણને કારણે જ તો તે પિતાના બિઝનેસમાં સેટલ થવા ઈચ્છતો હતો.

પિતાને બિઝનેસ સંભાળવાની વાત કરતા જ સતિષભાઈ અને પ્રભાબેન ખુશ થયા.કોણ ખુશ ન થાય ? સામે ચાલીને યુવાન દિકરો કામે લાગવાની વાત કરે તો !!! સતિષભાઈની છાતી છત્રીસની થઈ ગઈ.દિકરાના આ નિર્ણયથી એ ખૂબ જ ખુશ હતા.

પ્રતિકે મોબાઈલનો શોરૂમ સંભાળ્યાનું એક વર્ષ પસાર થયું.

આજે મંગળવાર હતો.હૉસ્પીટલમાં થતી ડૉક્ટરોની દોડાદોડીથી કંઈક અમંગળ બન્યાની જાણ થતી હતી.સતિષભાઈ પ્રભાબેનને સાંત્વના આપી રહ્યા હતા,”ભલે મારે બધું જ વહેંચી દેવું પડે, પણ હું આપણા પ્રતિકને કંઈ જ નહીં થાવા દઉં !!!”
ત્યાં જ ડૉક્ટરે સતિષભાઈને સાઈડમાં બોલાવીને રીપોર્ટ હાથમાં આપતા કહ્યું,”પ્રતિકને બ્રેઈન ટ્યુમર છે.”
“પણ કેવી રીતે?” સતિષભાઈએ કહ્યું.
“ઘણા બધા કારણો હોય છે બ્રેઈન ટ્યુમર થવાના,પણ પ્રતિકને …..” ડૉક્ટરે કહ્યું.
“પણ શું ડૉક્ટર?” સતિષભાઈથી ગુસ્સામાં કહેવાય ગયું.
“પ્રતિકના વધુ પડતા મોબાઈલ ઉપયોગને કારણે ટ્યુમર થયું હોવાનો રીપોર્ટ પરથી તારણ નીકળે છે..!!!” ડૉક્ટરે ફોડ પાડતા કહ્યું.”મોબાઈલમાંથી નિકળતા માઈક્રો મેગ્નેટીક વેવ્સથી ટ્યુમર તેમજ કેન્સર પણ થતાં હોય છે.”
“શું મોબાઈલના ઉપયોગથી? ના હોય ડૉક્ટર…..” એટલા શબ્દો બોલતાં જ ગળે ડૂમો બાજ્યો અને સતિષભાઈથી રડી પડાયું.
લાખો રૂપિયા ખર્ચ કરવા છતાં તેઓ પાયલોટને ન બચાવી શક્યા.આજે પાયલોટ એ સૌ માટે મોબાઈલના ઉપયોગ બાબતે પ્રતિક બની ગયો છે.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.