"શાસ્ત્રીજી, જ્યારે આ બંગલામાં ૫ વર્ષથી રહું છુ. પહેલાં બે વરસતો શાંતિ રહી.પછી નાં જાણે કોઈને કોઈ મુશ્કેલી આવે છે,ધંધામાં પણ પડતી શરુ થઇ છે. મારી વાઇફ અને મારી છોકરીની તબિયત પણ અચાનક જ બગડી જાય છે.આમ તો આ બંગલો મેં વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે જ બનાવ્યો છે." મલ્હારે શાસ્ત્રીશ્રી દિનેશભાઇ ને કહ્યું. દીનેશભાઈએ આખા બંગલાનું નિરીક્ષણ કર્યું,વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે બંગલો એકદમ પરફેક્ટ હતો. કોઈ જ ખામી નહોતી.અચાનક બંગલાની પાછળ બે નાનકડી ઓરડી હતી. "મલ્હાર ત્યાં શું છે. પેલી બે ઓરડીમાં?
"મમ્મી પાપા રહેતા હતા. 3 વરસ પછી આ બંગલામાં એને એકલું લાગ્યું એટલે એને જ જીદ કરી તો હું એને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો.ત્યાં તેમની ઉમરના હોય એટલે મમ્મી પાપાને કંપની મળી રહે ને."મલ્હારે થોથવાતા જવાબ આપ્યો.
" એને ઘરે પાછા લઇ આવ, તારી બધી મુસીબત હલ થઇ જશે". આટલું કહીને દિનેશભાઇ બંગલાની બહાર નીકળી ગયા...
લેખક:-મુકેશ સોજિત્રા
શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ.
મુ.ઢસાગામ તા. :- ગઢડા
જિ:- બોટાદ પીન ૩૬૪૭૩૦
