Type Here to Get Search Results !

Infolinks In Text Ads

ચમત્કાર!! (Chamtkar)-Microfiction Story by Mukesh Sojitra

0

ગામને ગોંદરે ભાભલાઓની જમાવટ ગોઠવાણી હતી. કોઈએ ચલમ સળગાવી તો કોઈએ શિવાજી.એક ભાભો તમાકુ ચોળતો હતો ને બે બીજા લાલચભરી નજરે જોઈ રહ્યા હતાં,કે થોડી ચોળેલી તમાકુ આપે તો સારું.એવામાં જેઠાભાભા આવ્યાં માવો ચોળતાં ચોળતાં" એ રામ રામ ડાયરાને,રામ રામ" ને સહુ અલક મલકની વાતો કરવા લાગ્યાં, આજનો વિષય હતો,ચમત્કાર!!
"ચમત્કાર તો સતાધારનો ભાઈ.. લાખો માણસો જમે ભાઈ ભાઈ " જીવા આતા બોલ્યાં.
"સતાધાર જેવું જ પરબનું હો" મૂળા આતા બોલ્યાં ચલમ પીતાં પીતાં...
" એ હંધાય તો આઘા પડે પણ તમે બગદાણા ને જ લ્યોને મેં તો નજરે નજર જોયું છે. કાયમ સવારમાં જ રાંધે અને આખો દિવસ ચાલે...બગદાણામાં કોઈ વસ્તુ ખૂટે જ નહિ" પુના આતા તમાકુ ચડાવીને બોલ્યાં.
"ગામે ગામ ચમત્કાર જ છે" જેઠા બાપાએ ઝુકાવ્યું અને આગળ ચલાવ્યું..
" જુઓ બધા પેલાં ઉકાના ઘરના જાય છેને એ આપણી નિશાળમાં છોકરાં માટે મધ્યાહન ભોજન રાંધે છે, હવે દરરોજ એક નાની એવી ડોલમાં લઇ જાય અને નાના એવાં બકડીયામાં રાંધે છે, પછી ગમે એટલા છોકરાં જમવા બેસે ક્યારેય ખૂટે નહિ બોલો.. સો બેસે દોઢસો બેસે કે આખી નિશાળ પણ કાયમ વધેજ, અને આ આપણી નિશાળમાં જ નહિ લગભગ બધી જ નિશાળમાં આવો જ ચમત્કાર... બોલો કેવું છે કાંઈ" ચમત્કાર તો ગામે ગામ થાય છે... જેઠા બાપાએ માવો થૂંકતા થૂંકતા કીધું ને આખી ભાભા મંડળી ખીખીખી કરવા માંડી....
લેખક :-મુકેશ સોજિત્રા

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.