બિહારના પટના શહેરની શાલીનીકુમારી માત્ર૧૨ વર્ષની હતી અને નવમા ધોરણમાં ભણતી હતી. તેના દાદાને ઘરના ટેરેસ પર બનાવેલા ગાર્ડનમાં બેસવાનો ખુબ આનંદ આવતો હતો, પરંતુ એમના પગમાં પીડા થતી હોવાથી એમણે વોકરની મદદથી ચાલવું પડતું હતું. વોકર લઈને ટેરેસ પર જવામાં ભારે અગવડ પડતી હતી. એન્જિનિયરીંગમાં રસ ધરાવતી શાલિનીને આ જોઈને મનમાં વિચાર આવતો કે વડીલો સીડી ચઢી કે ઉતરી શકે એ માટે વોકરમાં કોઈક જોગવાઈ કરવી જોઈએ.
તેણે અનેક દિવસ સુધી મંથન કર્યું અને તેના મનમાં વિચાર ઝબક્યો, વોકરના ચારેય પાયા નાના-મોટા કરી શકાય એવા બનાવ્યા હોય તો? તરત જ એ કામે લાગી ગઈ હને પોતાની કલ્પના મુજબ વોકરના પાયા કેવા હોવા જોઈએ એનું ડ્રોઈંગ બનાવવા લાગી. પરંતુ એની કલ્પના મુજબના પાયા શી રીતે બનાવવા એ એને સમજાતું નહોતું. એ માટેના જરૃરી સાધનો પણ એની પાસે નહોતા.
Close ad X
Source By sandesh

