Type Here to Get Search Results !

Infolinks In Text Ads

હેન્રીક હર્ટ્ઝનું નાની વયે મોટું સંશોધન | Henryk at an early age greater Research

0


હેન્રીક રુડોલ્ફ હર્ટ્ઝનો જન્મ જર્મનીના બંદર હેમ્બર્ગમાં ૨૨ ફેબ્રુઆરી ૧૮૫૭ના રોજ થયો હતો. વીજચુંબકીય તરંગોના ઉત્પાદન અને પ્રસારણ અંગે તેમણે મહત્ત્વની શોધ કરી છે. રેડિયો તરંગોનું ઉત્પાદન કરવા માટે તેમણે રેડિયો ટ્રાન્સમીટર અને રેડિયો રિસીવરની રચના કરી હતી. જગતનું આ પ્રકારનું આ પ્રથમ ઉપકરણ હતું. તેમણે વીજચુંબકીય વિકિરણના ગુણધર્મોનો અભ્યાસ કર્યો અને શોધ્યું કે એ કિરણોને કેન્દ્રીત કરી શકાય, પરાવર્તન કરી શકાય, ધ્રુવીભવન તથા વ્યતિકરણ કરી શકાય. વીજચુંબકીય તરંગોની ગતિ માપીને તેમની ગતિ પ્રકાશની ગતિ જેટલી જ છે એવું સાબિત ક્યું. ૩૨ વર્ષની ઉંમરે બોન યુનિવર્સિટીમાં ફિઝિક્સના પ્રોફેસર તરીકે તેમની નિમણૂક થઈ હતી. વીજચુંબકીય તરંગોની આવૃત્તિનો એકમ સાઈકલ/સેંકડ હતો. તેને હવે હર્ટ્ઝ નામ આપવામાં આવ્યું છે. ૩૭ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું હતું.
Source By Sandesh.com

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.