ડો. ભરત પોતાનાં શિવમ ક્લિનિક પર બેઠાં હતાં. એવામાં એક 40 વરસની વ્યક્તિ પોતાનાં બાળકને લઇને સાહેબ પાસે આવી.
"ડો. સાહેબ આને તાવ છે, ઉલટી થાય છે."
ડો. ભરતે બાળકને જોયું, એક દમ ફિકુ શરીર,નખ પીળાં, ચહેરો કરમાઈ ગયો હતો. કુદરતે આપેલી અણમોલ ભેટની આવી હાલત જોઈને ભરત બોલી ઉઠ્યો..
"આ બાળકને ખોરાકની જરુર છે,આ કુ પોષણથી પીડાઈ છે, તમે આને પુરતો ખોરાક આપો. તમે શું ધંધો કરો છો"
"ફળની લારી છે સાહેબ, આ મોંઘવારીમાં માંડ બે છેડા ભેગા થાય છે" લાચાર બાપની વેદના સામે આવી.
" તો આને સફરજન ખવરાવો, ચીકુ ખવરાવો, કેળાં ખવરાવો". ડો. બોલ્યાં.
" સાહેબ બધું અમે ખાઈએ તો વેચીશું શું???? અમારે આ બધું વેચવાનું હોય, ખાવાનું ના પોસાય."
"પણ કોઈ બગડેલું સફરજન હોય એના સારા ભાગને તો કાપીને ખવાય ને"? ડોકટર હવે બગડ્યા..
"પણ સાહેબ એય વેચાઈ જાય, ફ્રુટ સલાડ વાળા એ સડ઼ેલું પણ લઇ જાય, અડધા ભાવે ને હરીફાઈમાં ખાસ કાઈ નથી મળતું.માંડ ઘર ચાલે, સાહેબ તમારે તો બોલવું છે પણ અમારું મન જાણે છે કે કઇ રીતે પુરુ કરવું" બાપે વરાળ કાઢી.
ડો. કશું ના બોલ્યા, ઇન્જેક્શન આપ્યાં, બોટલો આપી, સુચના આપી અને એક પણ પણ રૂપિયો લીધાં વગર દર્દીને અને તેનાં બાપને રવાના કર્યો. પણ એનાં મનમાં પેલાં શબ્દો ઘૂમરાઈ રહ્યાં "સાહેબ અમે બધું ખાઇશું તો વેચીશું શું"???
તેનું મન ખિન્ન થઈ ગયુ.સાંજે બાઇક બહાર કાઢી ચોકડી પર ગયાં. પાંચ કિલો સફરજન લીધાં. બાઇક ઝુપડપટી તરફ ચાલી, સાંકડી ઝુપડપટ્ટીમાં બાળકો રમી રહ્યાં હતાં. એક બાળકને એક સફરજન આપીને ડોકટર ઘરે આવ્યાં..
ખરીદીને સફરજન ખાવામાં મીઠાશ અને આનંદ મળે પણ ખરીદીને સફરજન વહેંચવામાં પરમાનંદ મળે...

લેખક:-મુકેશ સોજીત્રા
મુ. ઢસા ગામ, તા.-ગઢડા જી;- બોટાદ...
મુ. ઢસા ગામ, તા.-ગઢડા જી;- બોટાદ...