Type Here to Get Search Results !

Infolinks In Text Ads

ધૂમકેતુ

0
નામ
ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી
જન્મ
12 ડીસેમ્બર – 1892 ; વીરપુર જલારામ
અવસાન
11 માર્ચ 1965, અમદાવાદ
કુટુમ્બ
  • માતા – ગંગામા ; પિતા – ગોવર્ધનરામ  
  • ભાઇ  – રામજીભાઇ, અંબાશંકરભાઇ
  • પત્ની - કાશીબેન 1910
  • સંતાન -  પુત્રી  ઉષા  પુત્ર દક્ષિણ, અશ્વિન,  ઘનશ્યામ 
અભ્યાસ
  • મેટ્રિક 1917- પોરબંદર
  • બી.એ.- 1920 બહાઉદ્દીન કોલેજ, જુનાગઢ
વ્યવસાય
  • 1907- મોટી કુંકાવાવ માં માસિક 3/- રૂ. ના પગારથી સ્કૂલમાં
  • 1920- ગોંડલ- ટ્રાફિક સુપરવાઇઝરની ઓફિસમાં
  • 1920-21- સંગ્રામજી હાઇસ્કૂલ અને ગર્લ્સ હાઇસ્કૂલમાં
  • 1923- અમદાવાદમાં શેઠ અંબાલાલ સારાભાઇની ખાનગી સ્કૂલમાં
  • 1925- અમદાવાદમાં ચીનુભાઇ બેરોનેટની ખાનગી સ્કૂલમાં
જીવન ઝરમર
  • 1926- કલકત્તામાં કોમી હુલ્લડ માં મોટી ઘાતમાંથી બચ્યા
  • 1934- અમદાવાદમાં બંધાતા મકાનની આડશ તૂટતાં ઘાતમાંથી બચ્યા
  • 1944- ગુજરાતી સાહિત્ય પરિષદના ત્રેવીસમા અધિવેશનના સાહિત્ય વિભાગના  પ્રમુખ
  • 1949- અમદાવાદમાં સેંટ્રલ બેંક લૂંટ-કેસમાં ગોળીબારમાં બચી ગયા
  • 1953- દિલ્હી આકાશવાણી સમારંભમાં ગુજરાતી વાર્તાકારનું પ્રતિનિધિત્વ કર્યું અને સ્વમુખે વાર્તાનું બ્રોડકાસ્ટીંગ કર્યું.
રચનાઓ 
ઐતિહાસિક નવલકથા- 29; સામાજિક નવલકથા- 6; નાટક- 2; વિવેચન/ સાહિત્ય સંશોધન- 2; જીવન વિકાસનાં પુસ્તકો- 9; બાળસાહિત્ય- 10 સેટ; નવલિકાઓ- 17; આત્મકથા- 2

મુખ્ય રચનાઓ 
  • નવલકથાઓ-અજિત ભીમદેવ, ચૌલાદેવી, ગૂર્જરપતિ મૂળદેવ; આમ્રપાલી, પ્રિયદર્શી અશોક
  • સામાજિક નવલકથા- પૃથ્વીશ
  • આત્મકથા- જીવનપંથ
  • નવલિકાઓ તણખા મંદળ ભાગ 1-4 , ધૂમકેતુની વાર્તાઓ ભાગ 1- 11
  • વિવેચન સાહિત્ય વિચારણા
  • જીવન વિકાસ જિબ્રાનનું જીવન દર્શન
  • બાળસાહિત્ય ઇતિહાસંની તેજમૂર્તિઓ     
સન્માન
  • 1935 રણજિતરામ સુવર્ણ ચંદ્રક ( અસ્વીકાર)
  • 1953 નર્મદ સુવર્ણચંદ્રક

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.