0

Join Our FaceBook Group To Get More and More Fast Update With Direct Link.. CLICK HERE

Join Our Whatsapp Group To Get More and More Fast Update With Direct Link.. CLICK HERE

Download our android App 'E-edugujarat'and Download Direct Materials CLICK HERE

 

ઉપનામ

    ગુજરાતના મહાકવિ

જન્મ

    માર્ચ 16, 1877 – અમદાવાદ

અવસાન

    જાન્યુઆરી 9, 1946 – અમદાવાદ

કુટુમ્બ

    પિતા –  દલપતરામ ડાહ્યાભાઇ (નર્મદ યુગના મહાન કવિ) – મૂળ અટક ત્રિવેદી

અભ્યાસ

    1893- મેટ્રિક (અમદાવાદ)
    1899 – બી.એ. -તત્વજ્ઞાન સાથે, અમદાવાદ, એલ્ફિન્સ્ટન કોલેજ મુંબાઇ અને પુનાની ડેક્કન કોલેજ માં અભ્યાસ
    1901- એમ.એ. –  ઇતિહાસ સાથે (પૂના, મુંબાઇ)

વ્યવસાય

    1902- 04- સાદરાની સ્કોટ કોલેજમાં અદ્યાપક
    1904- 18 રાજકોટની રાજકુમાર કોલેજમાં અધ્યાપન.
    થોડોક સમય રાજકોટ રાજ્યનાં મૂખ્ય ન્યાયાધીશ અને નાયબ દીવાન
    1918- કાઠિયાવાડ એજન્સીના શિક્ષણાધિકારી
    ગાંધીજીની અસહકારની હાકલને માન આપી સરકારી નોકરી છોડી સદા માટે અમદાવાદ આવ્યા

જીવન ઝરમર

  •     આ ઊર્મિકવિ કવિ દલપતરામનાં ચોથા પુત્ર જ્ઞાતિએ શ્રીમાળી બ્રાહ્મણ હતા
  •     શાળાજીવનમાં અલ્લડ હતા, અને વૃધ્ધ દલપતરામ માટે માથાના દુખાવા સમ હતા , પણ       મેટ્રીકના વર્ષમાં જીવનપલટો થયો.
  •     1920 - રોલેટ એક્ટ અને જલીયાંવાલા હત્યાકાંડથી વ્યથિત થઇ લાંબી રજા પર ઉતર્યા અને 1921  માં નોકરી છોડી
  •     અભ્યાસક્રમની બીજી ભાષા – ફારસી પણ બહુ સારી રીતે શીખ્યા હતા.
  •     સરકારી શિક્ષણખાતામાં અધિકારી હતા, એ વખતે ગાંધીજી પ્રેરિત અસહકારની ચળવળ દરમ્યાન દેશદાઝથી એમણે એ સરકારી નોકરી છોડી દીધેલી (1921)
  •     નોકરી છોડ્યા બાદ કાયમ માટે અમદાવાદ વસવાટ કરી ગુજરાતી સાહિત્યને ચરણે જીવન સમર્પિત કર્યુ
  •     ગુજરાતના મહાન પ્રતિભાશાળી કવિ હતા
  •     પ્રાચીન અને અર્વાચીન કવિતાઓનો એમનામાં સુભગ સુમેળ થયેલો હતો
  •     ગુજરાતીમાં અપદ્યાગદ્ય (અછાંદસ) કે ડોલનશૈલીનાં જનક તરીકે લોકખ્યાત
               પ્રચંડ મેધાવી હોવા છતાં સાવ સામાન્ય જીવન શૈલી
  •     1919માં એમણે ગાંધીજીનાં 50માં જન્મદિવસ પર એમનું અભિવાદન કરતું એક યાદગાર કાવ્ય  લખેલું
  •     છેવટના જીવનમાં ગાંધીજી સાથે તીવ્ર મતભેદ

    એમના અને એમના પછીના કાળનાં ઘણા કવિઓ તેમની શૈલીનું અનુકરણ કરતા. 

પ્રદાન

    બાળકાવ્યો, ભજનો, પ્રસંગ કાવ્યો, કથા કાવ્યો, મહા કાવ્યો, નાટક, વાર્તા, નવલ કથા, ચરિત્ર, અનુવાદ, સંપાદન વિ. રોમાં વિલક્ષણ પ્રદાન

મૂખ્ય કૃતિઓ

    કવિતા – ન્હાના ન્હાના રાસ (3 ભાગ), ચિત્ર દર્શનો, પ્રેમ ભક્તિ ભજનાવલી
    નાટ્ય કવિતા – જયા અને જયંત, ઈન્દુકુમાર, વિશ્વગીતા, શાહેનશાહ અકબર, જહાંગીર-નૂરજહાન, મિથ્યાભિમાની
    ચરિત્ર- કવિશ્વર દલપતરામ
    અન્ય – વસંતોત્સવ, હરિસંહિતા મહાકાવ્ય, સાહિત્યમંથન, કુરુક્ષેત્ર

સન્માન

    માર્ચ 16, 1978માં એમનાં નામની સ્ટેમ્પ બહાર પડેલી

આપને પોસ્ટ ગમી હોય તો Youtube પર Click કરી Subscribe કરો

મિત્રો આપને આ પોસ્ટ કેવી લાગી? કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

Subscribe To Get FREE Materials!

Post a Comment

 
Top