0

Join Our FaceBook Group To Get More and More Fast Update With Direct Link.. CLICK HERE

Join Our Whatsapp Group To Get More and More Fast Update With Direct Link.. CLICK HERE

Download our android App 'E-edugujarat'and Download Direct Materials CLICK HERE

જન્મ
  • એપ્રિલ – 10, 1940; મુંબાઇ
  • મૂળ વતન જામનગર
કુટુમ્બ
  • પિતા – ગુણવંતરાય આચાર્ય ;  માતા – લલિતાબેન ; મોટી બહેન –  ઇલા આરબ મહેતા
  • પતિ – મહેન્દ્ર  ( લગ્ન – 1965, મુંબાઇ) ; પુત્રીઓ – માધવી( કલાકાર), શિવાની ( એર હોસ્ટેસ)
અભ્યાસ
  • 1960 – બી.એ ( ગુજરાતી, સંસ્કૃત)
  • 1962 – એમ. એ. (સમાજશાસ્ત્ર)
  • અભિનયનો ડીપ્લોમા
વ્યવસાય
  • 1961- 64  આકાશવાણીના મુંબઈ કેન્દ્રમાં પ્રવક્તા
  • 1975- 77  ‘ સુધા’ ના તંત્રી
  • સંપાદન , લેખન
જીવન ઝરમર
  • અગિયાર વર્ષની ઉમ્મરે ‘જાગતા રે’જો’  કોમેડી નાટકની નાયિકા તરીકે લટકાં મટકાં સાથે અભિનય કરી દાદ  મેળવી!
  • પિતાની ‘રંગમંચ’ સંસ્થામાં નાની ઉમ્મરે વૃધ્ધાનો ભાગ સફળતાથી ભજવ્યો.
  • મોટા થયા બાદ કાકાની શશી , મૃચ્છકટિક, ઝેર તો પીધાં જાણી જાણી, પૂર્ણિમા જેવાં લબ્ધ પ્રતિષ્ઠ લેખકોના નાટકોમાં મુખ્ય નાયિકાના ભાગ ભજવ્યા. પૂર્ણિમામાં કરુણ, પરાધીન નાચનારીની અદા જોઇ પિતા ગુ. આ. બેભાન થઇ ગયા અને તેમને પહેલો હાર્ટ એટેક આવ્યો.   ‘
  • અગ્રેજી નાટકો Dolls’ House ,  Glass Managerie માં પણ મૂખ્ય પાત્રના ભાગ ભજવ્યા
  • પ્રવીણ જોશી જોડે ‘કૌમાર અસંભવમ્ ‘ માં પણ કામ કર્યું .
  • પત્રકારત્વ પણ કર્યું.
  • સખા જેવા પિતાના અવસાનથી ઘેરો આઘાત જે જીવનભર રહ્યો.
  • રેડીયો પર એનાઉન્સર તરીકે, વાર્તાલાપ આપવાનાં
  • ટી .વી. ઉપર ‘જ્યોતિ’ સિરિયલમાં પિતાના જીવન પર આધારિત ‘ કોરી કિતાબ’ એપીસોડની પટકથા લખી  હતી.
  • પિતાના લખેલા નાટક ‘અલ્લાબેલી’ માં અભિનય
  • થોડોક વખત ‘સુધા’ અને ‘ફેમીના’ નું સંપાદન પણ કર્યું.
  • ‘મુંબાઇ સમાચાર’ માં બ્યુટી કોલમ આપતાં હતાં
  • ‘દીદીની ડાયરી’ – બહુ જ લોક્પ્રિય કટારનાં લેખિકા
  • પહેલી પ્રકાશિત કૃતિ – ‘ શ્રાવણ તારાં સરવડાં’
  • તેમની શ્રેષ્ઠ કૃતિ ‘ હરિ મને આપો ને એકાદી એંધાણી’ – જેની છપાયેલી પુસ્તિકાના બળથી વડોદરા નજીકની રક્તપિત્તના દરદીઓ માટેની ‘શ્રમમંદિર’ સંસ્થાને દસ લાખ જેટલી રકમનાં દાન મળ્યાં .
  • પરિશ્રમને પ્રાધાન્ય આપતાં સર્જક
  •  ‘મારે પણ એક ઘર હોય’, ‘ગાંઠ છૂટ્યાની વેળા’, ‘અણસાર’ કૃતિઓથી કીર્તિ મળી
  • બંદીવાન નવલકથાનું નાટ્ય રૂપાંતર ‘ આ  છે કારાગર’ તરીke કર્યું –  તેને ‘Theatre of  cruelty’    નું બિરુદ મળ્યું !
મુખ્ય રચનાઓ     –   25 પુસ્તકો
  • નવલકથાઓ – ગાંઠ છૂટ્યાની વેળા, શ્રાવણ તારાં સરવડાં, બંદીવાન, આતશ( વિયેટનામના યુધ્ધત્રસ્તોના અનુભવો આધારિત)
  • લઘુનવલ - મારે પણ એક ઘર હોય, રેતપંખી, ખરી પડેલો ટહૂકો, તિમિરના પડછાયા, એક પળની પરબ
  • રહસ્યકથા – પગલાં, પાંચ ને એક પાંચ, અવાજનો આકાર, છેવટનું છેવટ, પાછાં ફરતાં, નીલિમા મૃત્યુ પામી છે
  • વાર્તાસંગ્રહ – સાંજને ઉંબર, એ
  • નિબંધ – વાંસનો સૂર
  • અન્ય લઘુનવલો, રહસ્યકથાઓ, વાર્તાઓ વગેરે
લાક્ષણિકતાઓ
  •  નવલકથાને નાટકમાં રૂપાંતર કરવાનું ગમે.
  • ત્રસ્ત લોકોની મનોવેદનાને થીમ બનાવેલી ઘણી રચનાઓ
  • રહસ્યકથાઓમાં ‘પેરી મેસન’ નો પ્રભાવ
સન્માન
  • ગુજરાત સાહિત્ય પરિષદ નો પુરસ્કાર
  • ગુજરાત સાહિત્ય અકાદમીનો પુરસ્કાર
  • સોવિયેટ લેન્ડ પુરસ્કાર

આપને પોસ્ટ ગમી હોય તો Youtube પર Click કરી Subscribe કરો

મિત્રો આપને આ પોસ્ટ કેવી લાગી? કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

Subscribe To Get FREE Materials!

Post a Comment

 
Top